ગ્રાઉન્ડ પર જાડેજા દંપતીનો કમાલ: જામનગરમાં આધુનિક બસ પોર્ટ બનાવવા ધારાસભ્ય રીવાબાની રજુઆતને સફળતા
મુખ્યમંત્રી અને ગૃહ વાહન વ્યવહાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા 78-જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા : સહયોગ બદલ જામનગરની જનતાનો આભાર માનતા ધારાસભ્ય
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના ધારાસભ્ય રિવાબાની રજૂઆતના પગલે નગરમાં બનનાર નવુ અને આધુનિક બસ પોર્ટ રાજ્ય સરકાર બનાવશે તે માટે સરકાર ખાસ બજેટ ફાળવશે અને નગરને અનોખી ભેંટ સંપુર્ણ પણે ખાસ કિસ્સામા રાજ્ય સરકારના ખર્ચે મળનાર છે માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો 78-જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખાસ આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત તાજેતરમા ગાંધીનગરમા મિનિસ્ટરો ઉચ્ચ અધીકારીઓ અને ધારાસભ્યોની મહત્વની મીટીંગ યોજાઇ હતી જેનો હેતુ ધારાસભ્યોના પ્રશ્ર્નો રજુઆતો અંગે યોગ્ય ઉકેલનો હતો અને "સર્વાંગી વિકાસ એજ સૌનો દ્રઢ વિશ્ર્વાસ” એ ધ્યેય સુનિશ્ર્ચિત કરાયો હતો.
જેમાં ગાંધીનગર ખાતે ગૃહ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય રિવાબાએ જામનગર ખાતે આધુનિક બસ સ્ટેશન બનાવવા તથા પરિવહનના પ્રશ્ર્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારે મંત્રી હર્ષભાઈ સંઘવી એ રિવાબાને જણાવ્યુ હતુ કે જામનગરમાં નવુ બસ પોર્ટ રાજ્ય સરકાર બનાવી આપશે જે માટે ખાસ ખર્ચ સરકાર ફાળવશે આમ આ મીટીંગ દરમિયાન પ્રશ્ર્નોનું તાત્કાલિક નિવારણ લાવવા બદલ મંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર રિવાબા એ વ્યક્ત કર્યો હતો.
જામનગર સ્માર્ટ સીટી તરફ ખરા અર્થમાં આગળ ધપી રહ્યુ છે કેમકે રિવાબાની રજુઆતના પગલે નવા બસ પોર્ટ માટે કાર્યવાહી હાથ ધરાનાર છે આ અંગે રજુઆત કર્યાના વીસ જ દિવસમાં પ્રતિસાદ મળતા માન.ભુપેન્દ્રભાઇ પટેલનો ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર બસ ડેપોને વધુ સુવિધાસભર બનાવવાની તાતી જરૂર છે તે ધ્યાન ઉપર આવતા રિવાબા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇને લેખીત મુદાસર રજુઆત કરી હતી જેનો તુરંત જ સાનુકુળ પ્રતિસાદ મળ્યો છે ઉપરાંત જામનગર શહેરને હજુ વધુ સુવિધાસભર અને સ્માર્ટ સીટી તરફ લઇ જવા નાગરિક સુવિધાના અનેક વિકાસ કાર્યો સુખાકારીની યોજનાઓ વગેરે ચાલુ છે અને અનેકવિધ કાર્યોના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની ખર્ચ સરકાર કરનાર છે માટે આ દિશામાં ત્વરીત કાર્યવાહી આગળ વધારવા બદલ આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો તથા જામનગરની પ્રજાનો આભાર 78 જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજા વ્યક્ત કર્યો છે.
0 Comments
Post a Comment