જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ગઈકાલે રવિવારે મુળ જામનગરના અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પદવી પ્રાપ્ત કરનાર સોનિયાબેન ગોકાણીનું જામનગરમાં જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જામનગર બાર એસોસીએશન દ્વારા સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુળ જામનગરના અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી ગઈકાલે જામનગરના મહેમાન બન્યા હતા. ટાઉનહોલ ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટાઉનહોલ ખાતે સન્માન સમારોહ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફે જામનગર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ શ્રી વી.જી. ત્રિવેદી અને જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ સુવા દ્વારા ટાઉનહોલ ખાતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશો પણ ઉપસ્થિત રહ્યા હોય તેમનું પણ સન્માન કરાયું હતું. તેમજ સુપ્રીમ કોર્ટથી પણ બે ન્યાયાધીશ આ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા, જયારે ચીફ જસ્ટીસના સન્માન સાથે નાલસાના પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, કમિશનર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને વકીલ મિત્રો તેમજ આમંત્રિત મેહમાનો મોટી સંખ્યામાં ટાઉનહોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment