જામનગર મોર્નિંગ - જામનગર 


નવાનગર નેચર કલબ દ્વારા ટાઉનહોલ ખાતે ગઈકાલે અને આજે બે દિવસ રાષ્ટ્રીય કક્ષાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ થયો છે, જેમાં રાષ્ટ્રીયકક્ષાની વાઇલ્ડ ફોટોગ્રાફી સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં વિજેતાઓને આવતીકાલે ચેમ્બર કોમર્સના હોલ ખાતે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે, સાથો સાથ શહેરમાં ઇકો કલબ જેવી પ્રવૃતી કરતી સ્કુલોમાં શિક્ષકો અને વિધાર્થીઓને પણ વન અને પર્યાવરણમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે, આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સ્થાયી સમિતીના ચેરમેન મનિષભાઇ કટારીયા, નવાનગર નેચર કલબના વિજયસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.