જામનગર મોર્નિંગ - જામનગર 


કાલાવડના મોટી માટલી ગામ પાસે દેશીદારૂ આપવાની ના પાડ્યા બાદ એક યુવાન પર ધારીયાથી હુમલો કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા ડ્રાઇવર સંજય જીવરાજભાઇ મકવાણા ઉ.વ.૨૪ નામના યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રાત્રીના સુમારે મોટી માટલી વાડી ખાતે રહેતા દિલાવર ઉર્ફે ભુરો શંકર સંગાડીયા નામના શખ્સ વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદી સંજય આરોપી દિલાવર પાસેથી દેશી દારૂ લઇને પિતા હોય દરમ્યાન બુધવારે ફરીયાદી આરોપી પાસે દારૂ લેવા ગયેલ હોય ત્યારે દિલાવરે દારૂ આપવાની ના પાડી અપશબ્દો કહયા હતા, જે બાબતે ફરીયાદીએ બીજા દિવસે આરોપીને મળીને વાત કરી કે, તું મને ગાળો કેમ કાઢતો હતો જેથી આરોપીએ તને ગાળો આપીશ તારાથી શું થશે ? એમ કહી માથાકુટ કરી હતી તેમજ ધારીયા વડે હુમલો કરી સંજયને કોણીની નીચે ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હોવાથી દેશીદારૂનું વેંચા