શંકાસ્પદ કે રહસ્યમય મોત અને સગા કોઇ એક  કહે કે અમને કઈ શંકા નથી..!! એટલે પોલીસ કઈ કેસ ફાઇલ ન કરી દે તપાસ સંપુર્ણ થશે તેમાય સુઝકાવાળા ફોજદાર સામાણી મેડમ કરે છે તપાસ

નાકમાથી નીકળેલુ લાલ પ્રવાહી, હાથ પગમા બ્લ્યુ રાતા ઝાંભા, મોઢામાં સોજો હશે ડીકમ્પોઝીશન થાય બોડીનુ એમા વિચીત્ર ફેરફાર થાય પરંતુ આ રંગીન પ્રવાહી ને ધાબા સુચવે છે શું? ક્યાંથી આવ્યા? ને ક્યા જવાના? મુંબઈ ટુ વાડીનાર. તે પણ લાંબા સમયથી આવન જાવન શીપીંગ વ્યવસાય સાથે કોઇ ભગીરથ સેવાનો ધ્યેય સાથે હશે? તો હાઇવે પર અનેક હોટલ હોવા છતા નગર મધ્યે જ નિયમીત રીતે રોકાણનું ગણીત શું દર્શાવે છે? સહેજે થતો સવાલ

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

જામનગર સીટી રૂમ નંબર થ્રી નોટ થ્રી હોટલ રવિ રેસીડન્સી પંચવટીમાં એક મુંબઇવાસી એવા જુના કસ્ટમરનું મોતનું રહસ્ય! હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક? કે જમવામાં કઇ આવી ગયુ હશે? જોકે માટે જ પીએમ દરમિયાન વિસેરા લેવાયા છે. આ વાત કઇક સ્ટોરી જેવી લાગે છે? પરંતુ આ સાચી વાત છે અને માટે જ શંકાસ્પદ કે રહસ્યમય મોત? અને હા અગત્યની વાત સગા કોઇ એકલ દોકલ એમ કહે  કે અમને કઇ શંકા નથી..!! એટલે પોલીસ કઇ કેસ ફાઇલ ન કરી દે તપાસ સંપુર્ણ થશે તેમાય સુઝકાવાળા ફોજદાર સામાણી મેડમ તપાસ કરે છે તેઓ કેસ ને સંતોષકારક તપાસના સ્ટેજ ઉપર લઇ જશે તે નક્કી છે.

પરંતુ મૃતકના નાકમાંથી નીકળેલુ લાલ પ્રવાહી, હાથ પગમાં બ્લ્યુ રાતા ઝાંભા, મોઢામા સોજો હશે ડીકમ્પોઝીશન થાય બોડીનુ એમા વિચીત્ર ફેરફાર થાય પરંતુ આ રંગીન પ્રવાહીને ધાબા સુચવે છે શું? તેનો જવાબ માટે જ વિસેરા લેવાયા છે. 

દરમ્યાન મૃતક ક્યાથી આવ્યા? ને ક્યા જવાના હતા?  તો કહે મુબઇ ટુ વાડીનાર તે પણ લાંબા સમયથી આવન જાવન શીપીંગ વ્યવસાય સાથે સાથે કોઇ ભગીરથ સેવાનો ધ્યેય સાથે હશે? તો હાઇવે પર અનેક હોટલ હોવા છતા નગર મધ્યે જ નિયમીત રીતે રોકાણનું ગણીત શુ દર્શાવે છે? સહેજે થતો સવાલ જો કે જેને જ્યાં ફાવે ત્યાં રોકાય ને?

મહત્વની વાત એ છે કે ગત ૧૬ ફેબ્રુ ૨૦૨૩ના પોલીસને જાણ  થયેલ અને તારીખ ૧૭ના જાહેરાત થઇ એવા આ અકસ્માત મૃત્યુ અંગે રહસ્ય સર્જાતા વધુ ફોરેન્સીક તપાસ થનાર છે અને સુપ્રિમ કોર્ટનુ ડાયરેક્શન છે કે પ્રથમ નજરે  એ.ડી. હોય પરંતુ જો શંકાસ્પદ કે રહસ્યમય મૃત્યુ લાગે તો સ્પષ્ટ કારણ જાણવા મૃતકના બોડીના વિસેરા ફોરેન્સીક સ્ટડી માટે મૃત્યના અંદાજીત પંદર દિવસ સુધીમાં લઈ લેવા જરૂરી છે આ કેસમાં તે મુજબ જ પોસ્ટમોર્ટમ દરમ્યાન વિસેરા લેવાયા છે.

એક મુસાફરના મૃત્યુ અંગે થયેલી જાહેરાત જે પોલીસ રેકર્ડ ઉપર છે

"મારુ નામ રાજ આસબહાદુર ખડકા જાતે ક્ષત્રિય ઉ.વ. 38 ધંધો: નોકરી (મેનેજર રવિ રેસીડન્સી) રહે. પંચવટી સોસાયટી, જલારામ રેસ્ટોરન્ટ પાસે રવી રેસીડન્સી હોટલ જામનગર, રૂબરૂમાં પૂછવાથી હું મારી જાહેરાત હકીકત આપ સાહેબને જણાવું છું કે હું ઉપર બતાવેલ સરનામે હું એકલો રહું છું અને રવિ રેસીડન્સી હોટલમાં મૅનેજર તરીકે છેલ્લા પાંચેક વર્ષથી નોકરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને મારા પરિવારના સભ્ય નેપાળ ખાતે રહે છે. ગઈ તા. 14-2-23ના સવારના સાડા આઠેક વાગ્યાથી હોટલે હાજર હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યે અમારા જુના કસ્ટમર જૈદીપભાઈ સુભાષ ધારધાર ઉ.વ. 53 રહે. 602-એ ગ્રીનફીલ્ડ, લોખંડવાલા કોમ્પ્લેક્ષ, મુંબઈ વાળા અમારી હોટલમાં રહેવા માટે આવેલ હતા અને એન્ટ્રી કરાવી પોતાનો સામાન રમ નંબર 303માં રાખવા ગયેલ હતા બાદ તેઓ થોડી વારમાં નીચે આવેલ હતા અને પોતાના આઈડી કાર્ડના ડોક્યુમેન્ટ આપતા તેની મેં નોંધ કરી અમારા રેકોર્ડમાં રાખેલ હતી. બાદ તેઓ તેને આપેલ રૂમમાં પોણા છએક વાગ્યે ચાલ્યા ગયેલ હતા. બાદ ગઈ તા. 16-2-23ના બપોરના બારેક વાગ્યે હું તથા મારા શેઠ પરીક્ષિતભાઈ નીચે બેઠા હતા અને અમારો સફાઈ કર્મી ભરત તેના રૂમમાં સફાઈ કરવાની હોવાથી દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન આવતા અને દુર્ગંધ આવતા ભરતે નીચે આવી ઉપરોક્ત વાત અને મને તથા પરીક્ષિતભાઈને કરતા અમો ઉપર ગયેલ હતા અને 303 નંબરનો દરવાજાનો લોક ખુલ્લો હતો અને અન્ડરથીય સ્ટોપર બંધ હોય જેથી મારા શેઠ પરીક્ષિતભાઈના બહેન જાનકીબેને 100 નંબરમાં ફોન કરતા થોડી વર્મા પોલીસ આવી ગયેલ હતી અને તે દરમિયાન મિસ્ત્રી દિલીપભાઈને ફોન કરતા તેઓ પણ આવી ગયેલ હતા. અને પોલીસની હાજરીમાં સ્ટોપર તોડી અંદર જતા જૈદીપભાઈ બેડ પર બેભાન હાલતમાં પડેલ હતા અને તેના નાકમાંથી લાલ કલરનું પ્રવાહી નીકળેલ હતું અને મોઢાના ભાગે તથા આંખના ભાગે સોજો આવી ગયેલ હતો અને શરીરના ભાગે તથા મોઢાના ભાગે તથા પગના ભાગે લાલ તથા બ્લુ કલરના ધાબા જોવામાં આવેલ હતા. બાદમાં પોલીસ કાર્યવાહી કરી તેની લાશ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખેલ હતી. અને આજરોજ તેના સગા-સંબંધી આવતા તેની લાશનું પીએમ કરાવી લાશ તેઓને તમો પોલીસે સોંપેલ છે. આ બનાવનું કારણ એવું છે કે અમારા કસ્ટમર જૈદીપભાઈ સુભાષભાઈ ધારધાર ઉ.વ. 53 વાળા ગઈ તા. 14ના બપોરના પોણા છએક વાગ્યાથી તા. 16ના બપોરે 12 વાગ્યા દરમિયાન દરવાજો ન ખોલતા પોલીસને તથા મિસ્ત્રીને બોલાવતા તેઓની હાજરીમાં દરવાજાની સ્ટોપર રોળી રૂમમાં અંદર જતા બેભાન હાલતમાં બેડ પર સુતેલ હોય જેથી 108 ને ફોન કરતા તેના સ્ટાફે મરણ નું જાહેર કરતા બનાવ બનેલ હોય અને જૈદીપભાઈનું મૃત્યુ હુમલો આવવાથી થયેલ હોય તેવું અમારું માનવું છે અને તેના પરિવારના સભ્યોને કે મને મોત બાબતે કોઈ અન્ય શંકા વ્હેમ નથી. એટલી મારી જાહેરાત હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે તમે પોલીસ મને હિન્દી ભાષામાં વાંચી સંભળાવતા આ નીચે મારી શી કરી આપું છું"

મહત્વની વાત એ પણ છે કે આ હોટલની જગ્યા ને જુદી જુદી કંપનીઓ સાથે લેણા દેવી રહી છે આ કોઇ માલિક બદલે કોઇલીઝ લેનાર બદલે કોઇ ભાડે રાખનાર બદલે કોઈ સંચાલક બદલે પણ હોટલની પ્રતિષ્ઠા જળવાયેલી રહી છે અને એક એક ગેસ્ટને તેમની પ્રાયવસી ભંગ થાય તેવુ તો કોઇપુછે જ નહી ને? અને એવી દર વખતે જરૂર પડ ન હોય હા પથીક એપ્લીકેશનમા દરેક પ્રવાસીની નોંધ તરત જ થાય છે તકે નહી તેટલુ જ જરૂરી છે બહુ તો સીસીટીવી કેમેરા સારા ને ચાલુ બહુ તો સિક્યોરીટી બહુ બહુ તો સ્વચ્છતા બહુ બહુ તો ઇમારતની મજબુતાઇ તેમજ કોઇ શંકાસ્પદ લોકોની આવન જાવન નથી થતી ને? કે ધ્યાન ખેંચે તેવી કાયદા બહારની ગતિવિધી નથી થતી ને? વગેરે ધ્યાન રાખવાનુ હોય બીજુ કઇ માલીકોએ જોવાનુ નથી હોતુ બીજી પીંજણમા પડે તો ધંધો ય ન થાય હો ભાઇ. (લોસ્ટ મુવીમાં એક ડાયલોગ છે ડાયરેક્ટરે એક પોલીસ ઓફીસરના મોંમા તે ડાયલોગ મુક્યો છે કે "અમને તે બાબતે તપાસ નહી કરવાની ને નહી પુછવાની એડવાઇઝ છે" ત્યા પુછવા ગયેલાએ આ સાંભળી ને કહ્યુ કે કોની એડવાઇઝ છે તે તો તમે કહેશો જ નહી ને? આ સંવાદ તો ફીલ્મી છે આ અપમૃત્યુ સાથે કઇ કે તેની તપાસ સાથે કઇ સંબંધ કે બંધ બેસતુ નથી).

અમુક લોકોના સંકળાયેલાઓના સંશોધકોના અભ્યાસુઓના સવાલો 

શું હજુ ૩૦૩ રૂમનંબર સીલ રાખ્યો હશે? શું આપઘાત કર્યો હશે કે નહી? તે શંકા ઉપર તપાસ થઇ હશે? કે થવાની હશે? એમના સગા ઓઝા અટકધારી આવ્યા હતા, ધારધારને ઓઝા અટકના કોઈ સંલગ્નપણુ દેખાતુ હશે? વિસેરા રિપોર્ટમા શુ આવશે? શીપીંગ વ્યવસાય સાથે ભગીરથ સેવાનો સંયોગ હતો કે કેમ? જામનગર થી છે ક વાડીનાર જવુ હોય તો લાંબા સમયથી દર વખતે નગર મધ્યે રોકાવાના બદલે હાઇવે પર પણ અનેક સુવિધાસભર હોટલ છે ત્યાં રોકાવા ન જતા? કેમ? કોલ રેકોર્ડીંગ છે? કોલ હિસ્ટ્રીના નંબર પરથી કઇક તારણ મળશે કે મળ્યા હશે? વાડીનારમાં મૃતક ક્યા જતા? તે પોલીસ તપાસ બાકી હશે. કાં તો પોલીસે જાણ્યુ હશે પણ પ્રાયમરી જાણકારી હશે? તે ચોખ્ખી વિગતો જો તપાસમાં કઇ અડચણ નહી આવે તો ટુંક સમયમાં બહાર આવશે? ન પણ આવે તેવુ બનશે? વાડીનારમાં ખુબ જાણીતી મેગા કંપનીમાં જ આ મૃતક જતા તેમ ઠેકીને કોય કેતા નથી હા લગભગ ત્યાં જતા એમ કહેતા હોય છે માટે તે કંપની સાથે આ મૃતકનુ શિપિંગ કામ હતુ તે ને જોડવુ કે ન જોડવુ તે નક્કી નથી થતુ. શીપીંગ કામસર મૃતક જામનગર રોકાય છે કે વાડીનાર જાય પરત આવે વગેરે સાથે તેઓ ચોક્કસ પ્રચાર પ્રસાર કરવા કે કોઇ ગરીબ વર્ગોને મદદ કરવા કોઇ ચોક્કસ પ્રકારની શાળા કે સંસ્થાને મદદ કરતા મુંબઇથી ફંડ લાવી અહી કોઇ પ્રવૃતિમા ખર્ચતા હતા તે બધી પ્રવૃતિ સામે કોઇ કટ્ટરે  મોત જેવી ભારે અને બિહામણા સ્વરૂપમા આપેલી આવી એક પણ બાબત ને સમર્થન જ મળ્યુ નથી માટે તે કહી શકાય નહી કોઇ આક્ષેપ કરી શકાય નહી. મૃતકના હોટલ રુિમનંબર ૩૦૩માં અંદરથી સ્ટોપર બંધ હતી. બે દિવસ દરમ્યાન સમજ્યા હવે આવી બાબતો કોમન થય ગય છે, અંદરથી બંધ કરવુ ને બાદમાં કોઇ બારી કે પાછળના રવેશમાથી નીકળવુ ક્યા અઘરૂ હોય છે? સાવ ફિલ્મી સ્ટોરી બનાવી સમજાવી દેવાની વાતો પણ અનેક કારણસર થતી હોય છે તેમજ હોટલમાં કોક તો જાણતુ જ હતુ કે આ મૃતકની અહી પ્રવૃતિ શુ હતી અને વારંવાર આવવાનો ઉદેશ્ય શુ હતો અને સાચો મુદો અને સંડોવાયેલ તેમજ સંકળાયેલ અથવા બધુ જાણે છે તેવુ કોક છે તે કોણ છે? આવા જો કોઇ મુદા કોઇ ચબરાકો ચર્ચા કરતા હોય તો તે પાયાવિહોણી ચર્ચા છે તેમ માની શકાય. કોઇનો ફોન એ પ્રકારનો આવે તો પણ ટેન્શનમાં આવે ને મગજ ઉપર કે હાર્ટ ઉપર દબાણ આવે ને? ચબરાકોને એ સવાલ છે કે મૃતકના સ્વજન ઓઝાભાઇ મુંબઇથી આવેલા તો હોટલ વાળા પાસે ઓઝાભાઇના નંબર ક્યાથી આવ્યા? સાવ સહેલો સવાલ છે મૃતકના ફોનમાં કે તેના બેગ ડાયરી કે ખિસામાં કોઇ કાગળમાં કોક સગા કે મિત્રના નંબર હોયજ ને? માટે ડાયરેક્ટ ઓઝાભાઈ આવ્યા તો એમા શંકા ન કરાય. હત્યા આત્મહત્યા? કે કોઇએ ઝેર પાય દીધુ? કે કોઇ સ્વરૂપે ધાકધમકી મળી તેનાથી હાર્દ બેસીગયુ? કે મુંબઇથી આવ્યા ત્યારે જ ત્યાંથી કઇક દુખ પીડા આઘાત ટેન્શન વગેરે બિમારી સાથે લાવ્યા હતા? વગેરે પ્રશ્ર્નોનો કોઇ સંકેત હાલ સુધી જરાપણ નથી માટે આવી શંકા કુશંકા કરવી કે આવા વિચાર જંતુ કોઇના મગજમા નાખવા તે કોઇ સમજદારીનુ કામ નથી પાયા વિહોણા ચુંથણા છે તેમ ગણાય છે.