જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ભાણવડના માધવ પાર્ક વિસ્તારમાં રહેતા તુષારભાઈ કાનજીભાઈ વાઘેલા નામના 25 વર્ષના યુવાનનો રૂપિયા 73,000 ની કિંમતનો એપલ કંપનીનો આઈ-ફોન ગત તારીખ 10 જુલાઈના રોજ ઘુમલી ગામ નજીક આવેલા આભાપરા ડુંગર ખાતેથી કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ગઈકાલે મંગળવારે ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે.


ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસેથી રમેશ બચુભાઈ કુડેચા (ઉ.વ. 50, રહે. મેલાણ, તા. જામ જોધપુર) નો રૂપિયા 7,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો ફોન કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.