બરડીયા બેઠકજી તથા દ્વારકા નવી હવેલીમાં પધરામણી થશે
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
મુંબઈ સ્થિત પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદબાવાશ્રી તથા શ્રી વહુજીશ્રી (યુગલ સ્વરૂપ) આગામી શુક્રવાર તા. 3 ના રોજ પ્રથમ વખત દ્વારકા પધારનાર છે.
શ્રી વલ્લભ શુક્રવારે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ ખાતે પધારી ત્યાંથી સીધા જ દ્વારકા નજીક બરડીયા ખાતે શ્રી ગુંસાઈજીની બેઠકજી ખાતે પધરામણી કરશે. ત્યાંથી દ્વારકા ખાતે નવી હવેલીમાં પધરામણી કરશે. શ્રી વલ્લભ અને વહુજીશ્રી બંને જગ્યાએ વૈષ્ણવજનોને આશીર્વચન પાઠવશે. બાદમાં તેઓ શ્રી દ્વારકાધીશ જગતમંદિરે ઠાકોરજીના દર્શન કરનાર છે. શ્રી વલ્લભ તથા વહુજીના આગમનને અનુલક્ષીને સમગ્ર દ્વારકા ક્ષેત્રના વૈષ્ણવોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
0 Comments
Post a Comment