જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા દિલીપ જીવણભાઈ રૂડાચ નામના 35 વર્ષના ગઢવી શખ્સના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા 4,000 ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ કબજે કરી હતી. દારૂનો આ જથ્થો તેણે મોરબીના ઋષિરાજસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે દિલીપ રૂડાચની અટકાયત કરી, ઋષિરાજસિંહ જાડેજાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા ગઢવી રણમલ જીવણ જામના કબજાની ઝુંપડીમાંથી જુદી-જુદી બનાવટની 40 બોટલ પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂપિયા 16,000 નો મુદ્દામાલ કબજે લઈ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
જામનગર મોર્નિંગ - ખંભાળિયા
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા ભરત લાલદાસ હરિયાણી નામના 35 વર્ષના શખ્સને પોલીસે સુરજકરાડીની સોની બજાર વિસ્તારમાંથી અંધારામાં દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment