સોળ ટીમોએ ભાગ લીધો: એક્સ્પ્લોરર ટીમ ચેમ્પિયન તથા રઘુવંશી ચેલેન્જર્સ રનર્સઅપ  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં ગત તા. 11ના રઘુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ) જામનગર દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં લોહાણા સમાજની 16 ટીમોએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ઇન્ચાર્જ મોહિતભાઈ કોટેચા તેમજ કમિટી મેમ્બર જીમીતભાઈ દત્તાણી, વિશાલભાઈ દત્તાણી, નીરવભાઈ માધવાણીએ જહેમત ઉઠાવી હતી. તેમજ કોમેન્ટરની જવાબદારી વિનેશભાઈ કોટેચા, સ્કોરબોર્ડની જવાબદારી આયુષભાઈ પોપટ, જમવાની વ્યવસ્થા અજયભાઈ પંચમતીયા, કલ્પેશભાઈ પાબારી અને કમલેશભાઈ મજીઠીયા દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોહાણા સમાજના લોકોએ હાજરી આપી હતી, તેમજ લોહાણા સમાજના અગ્રણીઓ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પ્રમુખ હાપા જલારામ મંદિર રમેશભાઈ દત્તાણી, ચેતનભાઈ માધવાણી, કૈલાશભાઈ બદીયાણી, કેતનભાઈ બદીયાણી, અક્ષીતભાઈ પોબારુ, દર્શનભાઈ ઠક્કર, ભાવિનભાઈ ભોજાણીએ હાજરી આપી લોહાણા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોમાંથી કેપ્ટન પાર્થ ગણાત્રાની રઘુવંશી ચેલેન્જર રનરઅપ રહી હતી તેમજ મીતભાઈ કુંડલીયાની એક્ષપ્લોરર ટીમ આ ટુર્નામેન્ટની વિજેતા રહી હતી. જયારે આ ટુર્નામેન્ટમાં અમ્પાયર જેવી તટસ્થ જવાબદારી ભાવેશભાઈ મજીઠીયા અને દિપેશભાઈ તન્નાએ ઉઠાવી હતી.


આ ટુર્નામેન્ટના આયોજક અને રઘુવંશી યુવા સંગઠનના કમીટી મેમ્બર આકાશભાઈ રાયઠઠ્ઠા, શૈલેષભાઈ લાલ, હિરેનભાઈ નથવાણી, રામભાઈ ભાયાણી, રાહુલભાઈ સોમૈયા, જીમીતભાઈ દત્તાણી, જયભાઈ દાવડા, હિમેષભાઈ હિંડોચા, નિરવભાઈ માધવાણી અને વિશાલભાઈ દત્તાણી તેમજ સમગ્ર લોહાણા સમાજના આગેવાનો દ્વારા દરેક ટીમના ખેલાડીને પ્રોત્સાહનના ભાગ રૂપે સંસ્થાના સર્ટીફીકેટ અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, રનરઅપ અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ સંસ્થા દ્વારા નક્કી કરેલ રોકડ રકમ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.