જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
સુવિખ્યાત સુફી સંત શ્રી શંકર ડાડાની 35 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે ખંભાળિયા દ્વારકા હાઈવે પર કુવાડિયા ગામના પાટીયા પાસે આવેલી સંત શ્રી શંકર ડાડાની વાડી ખાતે સાંજે 5 થી 7 સુધી રક્તદાન શિબિર સાંજે 7 વાગ્યાથી મહાપ્રસાદ તેમજ રાત્રે 9 વાગ્યે ભજન સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર જગદાનભાઈ ગઢવી, જાણીતા ભજનીક અને ગાયક જયદેવભાઈ ગોસાઈ તેમજ કૈલાસ સાઉન્ડ વાળા શૈલેષભાઈ ચાવડા સહિતના કલાકારો ઉપસ્થિત રહી અને ભજન-ધૂનની રમઝટ બોલાવશે. જેમાં એકત્ર થતો ફાળો ગૌસેવાના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે.આ ધર્મમય આયોજનોમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment