જામનગર મોર્નિંગ - દ્વારકા
ઓખા બોટ ૧૦૮ ની ટીમે એક ગર્ભવતી મહિલા ને બોટ ની અંદરજ પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એકા એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં મહિલા ને બોટ ની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી જયારે બાળક ના ગળા ફરતે નાળ વિટાળય હોવા છતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળક નો જીવ બચાવ્ય.જે માં માતાએ બાળક ને જન્મ આપિયો હતો
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ટાપુ માં રહેતા બેનને પ્રસુતિ પીડા વધી જતા બોટ 108 ને બોલાવવામાં આવી હતી બોટ ૧૦૮ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર થઈ એ દરમિયાન ૧૦૮ના ઈ એમ ટી - હરેશ જાદવ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી નવજાત બાળક અને માતાને સારવાર આપી 108 દ્વારા ઓખા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારની 108 દ્વારા ફરી એકવાર સેવા મદદગાર થઈ છે જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
0 Comments
Post a Comment