જામનગર મોર્નિંગ - જામનગર
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત 45 દિગ્વિજય પ્લોટ ખાતે આવેલ જામનગરની સુપ્રસીધ્ધ ઓશવાળ બાલમંદિર અને પ્રાથમિક શાળાના અંગેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમનો વાર્ષિક રમોત્સવ તા. 31 ડિસેમ્બર 2022ના રોજ ઓશવાળ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની ઓશવાળ એજ્યુકેશન સમીતીના પ્રમુખ કેતનભાઈ શાહ, કો. કન્વિનર વિનેશભાઈ શાહ, ખજાનચી સંદિપભાઈ શાહ, સભ્ય દર્શનભાઈ નાગડા, પ્રિન્સીપાલ રાગીણીબેન પાટલીયા, રાધિકાબેન દવેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રમોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
રમોત્સવમાં શાળાના પ્લેહાઉસ, બાલમંદિર વિભાગ તેમજ ધોરણ 1 થી 12ના વિધાર્થીઓએ અલગ અલગ પ્રકારની રમતોમાં ભાગ લઈ પ્રથમ અને દ્રિતીય ક્રમાંક મેળવેલ. દરમ્યાન ઓશવાળ ઈંગ્લીશ એકેડમીના પ્રિન્સીપાલ મનીષભાઈ ઠાકર તેમજ ઓશવાળ ઈંગ્લીશ એકડમીનો સ્ટાફ બાળકોને ઉત્સાહિત કરવા હાજર રહ્યા હતા.
એન્કરીંગ તરીકે શાળાના કર્મચારીઓ રવિભાઈ દાઉદીયા તેમજ નેહાબેન શાહ તેમજ ક્રીનાબેન જાંખરીયાએ સેવા આપી હતી. વિજેતા વિધાર્થીઓ માટે સર્ટીફીકેટ તૈયાર કરવાની જવાબદારી અમિતભાઈ કલ્યાણી તમેજ પ્રજ્ઞાબેન નાકરે નિભાવેલ હતી. ઇનામ વિતરણ તેમજ સમાપન વીધીમાં શાળાના સભ્ય દક્ષાબેન હરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના પીટી શિક્ષક પ્રેમીલાબેન ચૌહાણને શાળાનું નામ ખેલ મહાકુંભમાં રોશન કરવા બદલ રોકડ પુરસ્કાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
0 Comments
Post a Comment