જામનગર મોર્નિંગ - ખંભાળિયા (તસ્વીર: મીલન કોટેચા)
ખંભાળિયા પંથકમાં આજરોજ વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ચઢતા પહોરે ઉતરી આવતા ખાસ કરીને વાહન ચાલકોએ હાલાકીનો અનુભવ કર્યો હતો. ઝાકળની આછી ચાદર રસ્તાઓ પણ પર પણ ફેલાઈ ગઈ હતી અને રસ્તાઓ ભીના બની રહ્યા હતા. સવારે ગુલાબી ઠંડી બાદ બપોર થતા લોકોએ વાતાવરણમાં ગરમાવો અનુભવ્યો હતો.
હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી ઉષ્ણતામાનનો પારો ઊંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયું છે.