તા. 26 ના આયોજન માટે ગુરુવારે જ્ઞાતિજનોની ખાસ બેઠક
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય સેવા કાર્યોના સુચારુ આયોજન સંદર્ભે ગુરુવાર તારીખ 23મી ના રોજ જ્ઞાતિજનોની ખાસ મિટિંગ યોજવામાં આવી છે.
ખંભાળિયાના અગ્રણી ઓઈલ મીલર સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી (દત્તાણી ઓઇલ મીલ વાળા) પરિવાર દ્વારા આગામી રવિવાર તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું આયોજન અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા કેમ્પના પણ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.
આ આયોજનના ભાગરૂપે ગુરુવાર તારીખ 23મી ના રોજ રાત્રે 9:30 વાગ્યે નવી લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિજનોની એક મીટીંગ યોજવામાં આવી છે. જેમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિના આગેવાનો, કાર્યકરોને લોહાણા મહાજન ટ્રસ્ટ તથા આયોજક પરિવારના હિતેશભાઈ દત્તાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment