ટ્રક વેંચાણ માટે મુકેલો હોય અને જોવા આવ્યા બાદ પસંદ આવી જતા ડુપ્લીકેટ ચાવી બનાવી ઉઠાવી ગયા: ગણતરીની કલાકમાં ભેદ ઉકેલાયો   

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મોરકંડા ગામના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ શેસનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી થયેલી ટ્રકની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. જેમાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટાફે ભલસાણ બેરાજા અને રાજકોટના બે શખ્સોને ચોરાઉ ટ્રક સાથે દબોચી લીધા હતા. 

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસે એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં રહેલા ટ્રકને અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા, મૂળ લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે રહેતા હાલ જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા વિજયભાઈ ચંદુલાલ બોડાની માલિકીનો ટ્રક રજીસ્ટર નંબર એચ.આર. 68 બી 4601 નંબરનો રૂ. 9.50 લાખને ગત તા. 18ના રોજ મોરકંડા પાટીયા પાસે આવેલા રોડ પર પાર્ક કર્યો હતો જે અજાણ્યા ચોર ચોરી કરી લઇ જતા ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલક વિજયભાઈ ચંદુલાલ બોડાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ટ્રકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસને સફળતા મળી છે અને પોલીસે તપાસ કરી આ ટ્રક સાથે જામનગર અને રાજકોટ શહેરના બે શખ્સોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. 


ત્યારે આ ટ્રક વેંચાણમાં મુકાયેલો હોય અને જે જોવા માટે આવ્યા હતા બાદમાં ટ્રક પસંદ આવી જતા ટ્રકની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી, તેણે બે વખત ટ્રકની મુલાકાત લીધા પછી રાત્રીના અંધારાનો લાભ લઇ અને ટ્રક ચોરીને અંજામ આપી હંકારી ગયા હતા. જેને પગલે પોલીસે જામનગર તાલુકાના ભલસાણ બેરાજા ગામનો વિરમ ઉર્ફે વીરમો કરણાભાઇ ભાદરા તેમજ રાજકોટમાં રહેતા જયેશ બાબુભાઈ રાઠોડ નામના બે શખ્સોની અટકાયત કરી છે. આ આરોપીઓ હર્ષદપુર ગામની સીમ વિસ્તારમાં ટ્રકનું આયોજન કરી રહ્યા હતા. જોકે તે પહેલા જ પોલીસે બનેને ઝડપી લઈ ટ્રક સાથે બંને શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના મહિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર, મહાવીરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાએ કરી હતી.