એક ફરાર: પંચવટી પાસેથી ચલણીનોટ પર જુગાર રમતા ચાર ઝડપાયા
જામનગર મોર્નિંગ - જામનગર
લાલપુરના શહિદ ગાર્ડન બહારના જાહેર રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી લઈ જયારે એક શખ્સનું નામ ખુલતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે, જયારે શહેરમાં પંચવટી સર્કલ પાસેથી ચલણી નોટ પર આંકડા બોલી જુગાર રમતા ચાર શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ લાલપુરના જુની હવેલી શેરી ખાતે રહેતા વેપારી અમિત નિતીન રૂપારેલ નામનો શખ્સ શુક્રવારે લાલપુર ગાર્ડનની બહાર બાંગ્લાદેશ પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલતી ક્રિકેટ મેચ મોબાઇલમાં એપ્લીકેશન જગદીશ પાસેથી લઇને ક્રિકેટના સોદા કરતો હતો, જે અંગે બાતમી મળતા લાલપુર પોલીસે દરોડા દરમ્યાન અમિતને મોબાઇલ તથા રોકડા રૂ. ૩૧૨૦ સાથે ઝડપી લઈ ભાણવડ તાલુકાના શેઢાખાઇના જગદીશ ચેતરીયાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
જયારે જામનગર શહેરમાં પંચવટી સર્કલ પાસે દેવાંગી નર્સરી પાસે જાહેરમાં ચલણી નોટ પર આંકડા બોલી જુગાર રમતા સચીન ઉર્ફે શ્યામ અનીલભાઈ કાથરાણી (રહે. મચ્છરનગર), દિનેશ ઉર્ફે લક્કી નારણભાઈ તકતાણી (રહે. શરૂ સેક્શન રોડ), મનસુખ રામાભાઈ સોલંકી (રહે. મચ્છરનગર) અને અબ્બાસ સુલેમાન સંઘાર (રહે. બેડી, ચંદનીચોક) નામના ચાર શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે રૂ. 13590 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment