જામનગર મોર્નિંગ -જામનગર
જામનગર શહેર ના વાલ્કેશ્વરી નગરીમાં બીંગ સંસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકો માં દર શનિ રવિ આદ્યાત્મિક વિજ્ઞાન કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર ની ભાગોળે આવેલ વસઈ સરકારી સ્કૂલ ખાતે આધ્યાત્મિક વિજ્ઞાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વસઈ સરકારી શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માં 275 થી વધુ વિદ્યાર્થીઓ તથા આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ, સરપંચ, ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા લાંબાગાળા ની આધ્યાત્મિક વૈદિક વિચારિક સામાજિક અને વ્યકિતગત પરિવર્તન લાવવા માટે ની વૈજ્ઞાનિક તકનીક બધી ઉંમર ના બાળકો ને તથા બધી ઉમર ના વ્યકિતઓ ને શીખવામાં આવે છે. આ કાર્યક્રમ આત્મકલ્યાણ અને ઉનન્ટ પરિવર્તન માટે એક પ્રકાર ની તક પ્રધાન કરવાનો જે પરીપૂર્ણ આનંદી અને સંતુષ્ટ અને સંતુલિત જીવન શૈલી માં પરિણામે છે.ગ્રામ્ય વિસ્તાર ના વિદ્યાર્થીઓ ને બ્રાહ્ય અને આંતરિક વિકાસ મુખ્ય ઉદેશીય છે. દર શનિ રવિ યોજાતા આ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે છે. તેમ સંસ્થા ના હેતલ ચાંદ્રા એ જણાવ્યું હતું.
0 Comments
Post a Comment