જામનગર મોર્નિંગ - જામનગર
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં 2013 નોંધાયેલ મારામારીના ગુનામાં છેલ્લા દસ વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર આરોપી મહેશ ભાવસીંગભાઈ દેહધા અને કેવન ભાવસીંગભાઈ દેહધા (રહે. મુળીયા ફળીયુ, દેવધા ગામ, દાહોદ. હાલ, મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઇરાણા ગામ) નામના બંને શખ્સોને જામનગર પેરોલફર્લો સ્કોડના ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર અને કાસમભાઈ બ્લોચને મળતા પીએસઆઈ એલ.જે. મિયાત્રાને વાકેફ કરી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જઈ કેબીસી મીલમાંથી પકડી લઈ બંને લિસ્ટેડ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment