જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૩ : જામનગર મોટી હવેલીમાં આજ રોજ ફાગણ મહિનાની અગિયારસના દિવસ થી સયન આરતી દર્શનમાં રાસ ઉત્સવ મનાવવામાં આવે છે હોળી ના દિવસ સુધી દરરોજ સાંજે ઉત્સવ મનાવાઇ છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાગ લે છે. આ ઉસ્તવ માં ઠાકોરજી ની સન્મુખ અબીલ ગુલાલ ના રંગો ઉડાડવા માં આવે છે. અને નાના ભૂલકાં તથા મોટાઓ પણ અલગ અલગ વેશભૂષામાં ઠાકોરજી સાથે રાસ રમે છે અને રસિયા(ભજન) નું ગાયન કરે છે. મોટી હવેલી ના પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી, શ્રી રસાદ્રેરાયજી, પ્રેમાદ્રરાયજી તથા બેટીજી ની નીશ્રામાંશ્રધ્ધા,ઉમંગ અને ઉત્સાહ પૂર્વક આ ઉત્સવ ઉજવાઈ છે.
0 Comments
Post a Comment