જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર-રાજકોટ હાઇવે પર દેડકગામથી આગળ રોડ પર રોંગ સાઈડમાં આવતા મોટરસાયકલ ચાલકે મોટરસાયકલમાં સવાર બે મિત્રને ઠોકરે લેતા એકને ઈજાઓ પહોંચી હતી જયારે એકને માથામાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજતા  પોલીસમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે રાવ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ દેડકગામથી આગળ આશાપુરા હોટલ સામે જામનગર-રાજકોટ હાઈવે પર શનિવારે સાંજે સાત વાગ્યા આસપાસ પડધરીમાં જૂની પોસ્ટ હાઉસ પાસે રહેતા જ્યંતિલાલ દામજીભાઈ રોજાલા (ઉ.વ. 55) અને તેમના મિત્ર બ્રિજેશભાઈ નગીનભાઈ ફિચડીયા બંને પોતાનું મોટરસાયકલ જીજે 03 એમએન 0853 નંબરનું લઈને જતા હોય ત્યાર જીજે 10 સીએસ 3939 નંબરનો ચાલક રોંગ સાઈડમાં પોતાનું મોટરસાયકલ લઈ બેફિકરાઈ પૂર્વક ચલાવીને જતો હોય ત્યારે બંને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા જ્યંતિલાલને કપાળ તેમજ આંખમાં ઈજાઓ પહોંચતા પંદર ટાંકા લેવા પડ્યા હતા જયારે તેમના મિત્ર બ્રિજેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પડધરી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજતા જ્યંતિલાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી પીએસઆઈ પી.જી. પનારાએ અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.