જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જી. જી. હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલા જર્જરિત ભાગોનું સમારકામ તાકીદે કરવું જરૂરી છે. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં હમણાં થોડા દિવસો પહેલા જ જર્જરિત એક મકાન ધરાસાયી થતા ગંભીર ઈજાઓ પહોંચી હતી એ સિવાય પણ ઘણા બનાવો બને છે જેમાં મકાનનો ભાગ પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત અથવા ગંભીર રીતે ઘાયલ થતા હોય છે.

ત્યારે જામનગર અને સૌરાષ્ટ્રની ટોપ ગણાતી જી. જી. સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ જનતા મેડિકલ પાસે છત ના ભાગે ફાયરના પાઇપ પસાર કરવા માટે રિવેસ તોડવામાં આવ્યો હતો તૂટેલા છતના આ ભાગ માંથી સિમેન્ટના પોપડા પડે છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો રોજ આવતા હોય ત્યારે આવા જર્જરિત ભાગથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ સમારકામ કરવું જોઈએ.