ફાઈનલ મેચમાં બરોડા મેયર ઈલેવનને ૫૧ રનથી હરાવ્યું

જામનગર મોર્નિંગ -મોર્નિંગ 

જામનગર મેયર ઈલેવન વી. બરોડા મેયર ઈલેવનની ફાઈનલ મેચ બરોડા ખાતે આયોજિત કરવામાં આવેલ છે. આ મેચ નું જીવંત પ્રસારણ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે નિહાળવામાં આવેલ. આ તબક્કે જામનગર શહેર સંગઠન સહિત કાર્યકર્તાઓ માં ઉત્સાહ નો માહોલ જોવા મળેલ. જામનગર મેયર ઈલેવન ટીમમાં - કેતન નાખવા (કેપ્ટન), એમ એલ એ દિવ્યેશ અકબરી, (ડે. મેયર) તપન પરમાર, (સ્ટે. કમિટી) મનીષ કટારીયા, ધવલ નંદા, ધર્મરાજસિંહ જાડેજા, આનંદ રાઠોડ, અલ્તાફ ખફી, જયરાજસિંહ જાડેજા, જીતુ સિંગાડા, પાર્થ જેઠવા, આશિષ જોશી, સુભાષ જોશી, પાર્થ કોટડીયા, રાહુલ બોરીચા, નિલેશ કગથરા સહિત નો ટીમમાં સમાવેશ કરવામાં આવેલ. તથા બરોડા મેયર ઈલેવનની ટીમ સાથે ફાઈનલ મેચ રમવામાં આવેલ. જામનગર મેયર ઈલેવને બરોડા મેયર ઈલેવનને ૫૧ રનથી હરાવી. જીત મેળવેલ. 

જામનગર શહેર એ ભારતીય ક્રિકેટ જગતને અનેક ખેલાડીઓ આપેલ છે. જામનગર મેયર ઈલેવનની જીત થતાં નગરજનો માં ઉત્સાહ નો માહોલ જોવા મળેલ. યુ.ટ્યુબ પર સમગ્ર મેચ નું જીવંત પ્રસારણ કરવામાં આવેલ. 

આ તબક્કે વિશેષથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર તથા પવનહંસના ડાયરેકટર અમીબેન પરીખ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પંચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા બરોડા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા તથા અભિનંદન પાઠવેલ. ગુજરાત ભરમાં ચેમ્પિયન બનેલ જામનગર મેયર કપની જીત મહાન ક્રિકેટર અર્જુન એવોર્ડ વિજેતા સ્વ. સલીમ દુરાની ને અર્પણ કરેલ. 

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ  ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પંચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા સહિત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચા પ્રમુખ તથા પદાધિકારીઓ, શિક્ષણ સમિતિ, કોર્પોરેટરઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારી, વોર્ડ સમિતિ, પેઈજ પ્રમુખો, કાર્યકર્તાઓ દ્વારા જામનગર મેયર ઈલેવનની ટીમ ની જીતને આવકારવામાં આવેલ, તથા અભિનંદન પાઠવવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.