જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના કાલાવડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે વાહન ચોરી નો ભેદ કાલાવડ ગ્રામ્ય પોલીસે ઉકેલી નાખી તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી છે, અને તેની પાસેથી ચોરાઉ મોટરસાયકલ ઉપરાંત અન્ય વધુ બે ચોરાઉ બાઇક કબ્જે કરી લીધા છે.

મળતી વિગત મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એચ.વી. પટેલ અને તેમની ટીમ દ્વારા વાહન ટોળકીને પકડવા માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી, દરમિયાન કાલાવડ પંથકમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી કરનાર મગન ભીખાભાઈ ચંદાણા, વિષ્ણુ કમજીભાઈ વાઘેલા અને રાહુલ કમજીભાઈ વાઘેલા નામના ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે.

જેઓ ત્રણેય મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વતની છે, અને હાલ રાજકોટ તાલુકાના  લોધિકા તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરે છે, જે વાહન ચોરીના રવાડે ચડી ગયા હતા, અને કાલાવડ પંથકમાંથી એક બાઈકની ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની વધુ પૂછપરછમાં તેઓ પાસેથી અન્ય બે ચોરાઉ મોટરસાયકલ પણ મળી આવ્યા છે. પોલીસે કુલ ત્રણ વાહન કબજે કરીને ત્રણેય તસ્કરોની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.