જામનગરની જનતા નિર્ભિત રહીને તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ અથવા અસામાજીક પ્રવૃત્તિ અંગે તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાને જામનગરની જનતાને તહેવારની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે, તેમજ જામનગરની જનતા નિર્ભય પણે રહીને તેમની સાથે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ અંગે ની કોઈ માહિતી હોય તો તાત્કાલિક અસરથી જામનગર પોલીસનો સંપર્ક સાધવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ  દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગર પોલીસ હર હમેંશ પ્રજાની મદદ કરવા માટે તત્પર છે. જામનગર શહેર અને જિલ્લામાં ૩૧મી ડિસેમ્બરના અનુસંધાને રાત્રી દરમિયાન પરિવાર સાથે ફરવા નીકળતા લોકોને પાર્ટી પ્લોટ, હોટલ, જાહેર મેળાવડા, રસ્તા ઉપર મોડી રાત સુધી પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવનાર છે, તેવી જાણકારી આપવામાં આવી છે.

જામનગર પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, તેમજ અવાવરુ જગ્યાઓ, તથા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવી તમામ શંકાસ્પદ જગ્યાઓ પર ચેકિંગ કરીને ડ્રગ્સ જેવા દૂષણોને નેસ્ત નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ રહેશે.

જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવનાર છે, અને વાહન ચેકિંગ, બ્રેથ એનાલીઝર દ્વારા નશાનું સેવન કર્યું છે કે કેમ, તેની પણ ખરાઈ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, દારૂના સેવન, અને પ્રોહીબિશનના ગુના દાખલ કરવામાં આવશે. જેથી જામનગરની જનતાએ નિર્ભિત રહીને તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને, અથવા તો કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગેની માહિતી મળે, તો તુરંત જ જામનગર પોલીસનો ૧૦૦ નંબર પર સંપર્ક સાધવા જિલ્લા પોલીસવડા દ્વારા અનુરોધ કરાયો છે.

સાથો સાથ મહિલા હેલ્પલાઇન માટે ૧૮૧ નંબર, નારકોટિક ડ્રગ્સ એકટના હેલ્પલાઇન નંબર ૧૯૦૮ તેમજ સાઈબર સેલના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.