જામનગર મોર્નિંગ - મુંબઈ 

એડવિક કેપિટલ લિમિટેડ લાંબા ગાળાની વ્યાપારી વ્યૂહરચનાના ભાગરૂપે અને વિવિધ ક્ષેત્રે  વ્યાપાર હિતને વિસ્તારવા માટે મોટી નેટ-વર્થ ધરાવતી વિસ્તૃત નાણાકીય શક્તિ સાથે પદ્ધતિસર મહત્વપૂર્ણ NBFC બનવાની નજીક પહોંચી રહી છે. કંપની આશરે રૂ. 1100 મિલીયન ની નેટવર્થ અને રૂ. 2000 મિલીયનની મિલકતો ધરાવે છે. 

આ પ્રતિષ્ઠિત દરજ્જો હાંસલ કરવા માટે એડવિક કેપિટલના મેનેજમેન્ટે તેના પોર્ટફોલિયોને વ્યાપક-બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેની વ્યવસાય વિસ્તરણ વ્યૂહરચનાનો અમલ શરૂ કરી દીધો છે, ભવિષ્યના નવા વ્યવસાયોમાં વૈવિધ્યીકરણ કરી સર્વગ્રાહી મૂલ્યાંકન પરિમાણો સાથે કંપનીની હાલની વ્યાપાર લાઇનને વખાણવા અને પૂરક બનાવવા અને તેની વ્યવસાયિક કામગીરીને વેગ આપવા માટે જરૂરી વધુ સંસાધનોનું એકત્રીકરણ, જોખમ, કામગીરી, શાસન અને ટેક્નોલોજી પરના ડોમેન નિષ્ણાતો તરીકે ઉદ્યોગના અનુભવીઓની ભરતી કરવા જેવી કામગીરીમાં સક્રિય છે.

એડવિક કેપિટલનો 2025 સુધીમાં પોતાને વ્યવસ્થિત મહત્ત્વપૂર્ણ NBFC તરીકે ઓળખી કાઢવાનો વ્યૂહાત્મક નિર્ણય છે તેતેના ગ્રાહકોને વધુ માળખાગત ઉત્પાદનો ઓફર કરીને નાણાકીય બજારમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એનબીએફસીને પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ એનબીએફસી તરીકે ઓળખે છે, જો તેની સંપત્તિનું કદ રૂ. 500 કરોડ કે તેથી વધુ હોય તો તેવી કંપનીને આ દરજ્જો મળે છે.  પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ NBFC ને નિર્ણાયક અને મહત્વપૂર્ણ એકમો ગણવામાં આવે છે કારણ કે તેઓ એકંદર અર્થતંત્રની નાણાકીય સ્થિરતા પર અસર કરે છે, તેની સાથે-સાથે તેઓ નાણાકીય બજારના વિશિષ્ટ સેગમેન્ટ્સમાં ભાગ લેવા માટે પાત્ર છે.

એડવિક કેપિટલ લિમિટેડ, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે તે મુખ્યત્વે નાણાકીય લોન આપવા અને આનુષંગિક સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં રોકાયેલી છે અને ભારતીય રિઝર્વ બેંક સાથે નંબર B-14.00724થી નોંધાયેલ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની (NBFC) લેતી ઉભરતી બિન-થાપણોમાંની એક છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેસર્સ એડવિકા કેપિટલ ફિનવેસ્ટ લિમીટેડ ભારતમાં કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને આખરે વિદેશમાં પણ રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપની બીએસઅ પર લિસ્ટેડ છે (સ્ક્રીપ કોડ: 539773).