હાલારના દીકરીને સિક્કામાં પ્રાપ્ત થયું અભૂતપૂર્વ જનસમર્થન. એકથી થઇ જનમેદની

જનમેદની જોતા "અબકીબાર ૪૦૦ કે પાર" સાર્થક થવા જઈ રહ્યાની પ્રતીતિ થઇ

જામનગર મોર્નિંગ - જામનગર 

૧૨- જામનગર લોકસભામાં સમાવિષ્ઠ સિક્કા ખાતે જનસભા નું આયોજન કરવામાં આવેલ. આ તબ્બકે ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમે  નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કરેલ. આગામી લોકસભા ચૂંટણીમાં શત પ્રતિશત મતદાન કરી મોદી સાહેબને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી. જનસભા માં સ્થાનિકો દ્વારા શ્રી પૂનમબેન માડમ નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.  
આ જનસભામાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, ૧૨ લોકસભા (જામનગર - દ્વારકા) સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, લોકસભા ઇન્ચાર્જ ડો. વિનોદભાઈ ભડેરી, નિલેશભાઈ ઉદાણી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકઃ પટવા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રણમલભાઈ કાંબલીયા (સિક્કા પ્રભારી), કુમારપલસિંહ રાણા, દેવુભાઇ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), પ્રદીપસિંહ જાડેજા (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), રાજીબેન બચુભાઈ પરમાર (પ્રમુખ સિક્કા નગરપાલિકા), શિવપુરી ગોસ્વામી (ઉપપ્રમુખ સિક્કા નગરપાલિકા), જુસબભાઈ બરોયા (ચેરમેન સિક્કા નગરપાલિકા), ડાડાભાઈ અલવાણી (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુમાભાઇ હુંદડા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), હવાબેન ચમડિયા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), લાલજીભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ સિક્કા શહેર ભાજપ) સહીત કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમર્થકો, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.