જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં નગરપાલિકા દ્વારા ગઈકાલે બપોર બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને જાહેર માર્ગ પર અડચણ થાય તેવા અનેક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબીની મદદ લઈને આ દબાણો હટાવાયા હતા.
જામજોધપુર નગરપાલિકા દ્વારા ગઈકાલે તા.23.01.2026ના રોજ જકાતનાકાથી મીની બસ સ્ટેશન સુધી મુખ્ય માર્ગ પરના દબાણ દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગ પરના ગેરકાયદેસર દબાણો જેમાં કેબીનો, ચાની હોટેલો, તેમજ અન્ય દુકાનો દુર કરી ટ્રાફીક નિયમન અને નગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સઘન રીતે હાથ ધરી શકાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી.