જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ગઈકાલે લવ મેરેજનો લોહિયાળ અંત આવ્યો હતો. વસંત પંચમીના દિવસે જ શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા આદિનાથ રેસિડેન્સીમાં સાળા અને તેના મિત્ર એ મળી બહેનની નજર સામે જ બનેવીને છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યો હતો. પ્રેમ લગ્ન મામલે ચાલતા મનદુઃખમાં યુવતીના ભાઇ સહિત 2 શખ્સોએ યુવાન પર હુમલો પરલોક પહોંચાડી દેતા હાહાકાર મચ્યો હતો. બીજી બાજુ હત્યાના વારદાતને અંજામ આપી નાશી છૂટેલા બે હત્યારાને પોલીસે જામકંડોરણા નજીકથી દબોચી લીધા હતા.
જામનગરના પંચેશ્વર ટાવર પાસે આદિનાથ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-502 મા રહેતા નિલય કુંડલીયા નામના યુવાનની હત્યા મામલે મૃતક યુવાનના માતા ઉષાબેન અશોકભાઈ કુંડલીયાએ જામનગરના આરોપી મનીષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર જૂનાગઢના શખ્સ સોહિલ સલીમભાઈ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયા અનુસાર પુત્ર નિલય કુંડલીયાએ તા. 30/06/2025 ના રોજ પૂજાબેન જેરામભાઈ મોરી (રહે. સાંઢીયાપુલ ગોકુલ નગર) સાથે લવ મેરેજ કર્યા હતા. જેને લઈને નિલયના સાળા મનીષ સાથે મન દુઃખ ચાલતું હતું. આ બાબતનો ખાર રાખી તા.23 જાન્યુઆરીના સવારે અંદાજે 10 વાગ્યે નિલયનો સાળો મનીષ અને તેનો મિત્ર સોહીલ ઘરે ઘસી આવ્યાં હતા.
તું પૂજાને મારી સાથે મોકલી દે તેમ કહી નિલય માથાકૂટ કરી હતી. પૂજાબેને ના પાડતા આરોપી મનીષ અને સોહિલએ છરીઓ કાઢી નિલયને આડેધડ છરીઓના ઘા ઝીંકી લીધા હતા.
આ દરમિયાન નિલયની પત્ની પૂજાબેન અને ફરિયાદી વચ્ચે પડતા પૂજાબેનના બંને હાથમાં છરીના ઘા લાગ્યા હતા. હુમલામાં લોહીલુહાણ થઈ નિલય ઢળી પડ્યો હતો. જેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.હત્યા મામલે જાણ થતા જ જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ચાવડા સહિતનો સ્ટાફ તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં સ્થાનિકો નિવેદન નોંધવા સહીતની કાર્યવાહી કરી હતી.
ડીવાયએસપી જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન મુજબ, જામનગર એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયા અને એલસીબીના પોલીસ સ્ટાફની ટીમ તથા જામનગર સીટી એ ડીવીઝનના પીઆઈ એન.એ. ચાવડા અને તેઓની સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવી બનાવવાળી જગ્યા આસપાસ ટેકનીકલ મદદથી તથા હ્યુમન સોર્સ ની મદદથી તપાસ શરૂ કરાવી હતી. તપાસમાં બન્ને આરોપીઓએ હત્યા નિપજાવ્યા બાદ મોટરસાયકલમા નાશી ગયા છે. જેથી તે બાઇક ની મુવમેન્ટ મેળવવા કમાન્ડ એન્ડ ક્નટ્રોલ રૂમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ નો સપર્ક કરતાં તેઓ દ્વારા બાઇક નું ટેકનીકલ એનાલીસીસ કરાયું હતું.
બાઇકની કાલાવડ વાવડી ચોકડી આસપાસ મુવમેન્ટ જોવામાં આવી હતી. જેથી તુરતજ અલગ અલગ ટીમો કાલાવડ તરફ રવાના થઇ હતી, બન્ને આરોપીનું ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સથી જાણવા મળેલું કે, તેઓ કાલાવડ થી જામકંડોરણા સાઇડ નાશી રહ્યા છે. જેથી પીએસઆઈ એમ વી.ભાટીયાની ટીમ દ્વારા તેમજ જામ કંડોરણા પોલીસની ટીમની મદદથી આરોપીઓનો પીછો કરી સાતુદડ ગામની સીમમાથી પકડી પાડી હત્યાના બંન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યા છે.

0 Comments
Post a Comment