જામનગર મોર્નિંગ - દ્વારકા. જામ-રાવલ નજીકથી ઈંગ્લીશદારૂની 5 બોટલ સાથે એક શખ્સની સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. 
મળતી વિગત મુજબ રાવલની બાજુમાં આવેલ આશીયાવદર ગામની સીમમાં દારૂ હોવાની બાતમી રાવલના એ.એસ.આઈ. દામજીભાઇ નકુમને મળતા કલ્યાણપુર સ્ટાફ દ્વારા દરોડો પાડતા એક મેર શખ્સના કબ્જામાંથી પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવેલ હતી. આશીયાવદર ગામે વેજો ઉર્ફે કોયો મશરી ગોરાણીયાએ પોતાની વાળીમાં ભૂકાના ઢગલામાં પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ સંતાડેલ હતો જે પોલીસે પકડી પાડી 2000 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો.