લાલપુરમાં ફ્રુટના વેપારીની હરકત 

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના લાલપુરમાં એક સગા બાપેજ પોતાની માસુમ પુત્રીને હવસનો શિકાર બનાવી લઇ તેણીને વારંવાર પિંખી નાખી હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. પોતાનાજ સગા બાપની આ કર્તુત્ત લીલાનો પુત્રીએ પોલીસ મથકે જઈ ખુલાસો કરતા પોલીસ તંત્ર પણ ચોકી ઉઠ્યું છે. લાલપુર પોલીસે ભોગ બનનાર પુત્રીની ફરિયાદના આધારે નરાધમ પિતા સામે દુષ્કર્મ આચરવાની કલમ તેમજ પોક્સો એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને નરાધમ પિતાને શંકજામાં લઇ લીધો છે.
મળતી વિગત મુજબ મુળ માંગરોળના વતની અને હાલ લાલપુરમાં રહેતા અને ફ્રુટનો વેપાર કરતા આઘેડ શખ્સે પોતાનીજ પ્રથમ પત્ની દ્વારા પ્રાપ્ત થયેલી પુત્રી કે જેની હાલમાં ઉંમર 20 વર્ષ છે પરંતુ તેણી જયારે 7 વર્ષની હતી ત્યારથી જ તેણી સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું, પોતાની પ્રથમ પત્ની થકી જે પુત્રી પ્રાપ્ત થઇ હતી તે પુત્રી પોતાની સાથે રહી હતી જયારે પત્ની છુટા છેડા આપીને ચાલી ગઈ હતી, ત્યાર પછી તેણે એક મહારાષ્ટ્રયન યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા જે પોતાની સાથે બે સંતાનોને લઈને આવી હતી જે બંને સંતાનો બીજી પત્નિ અને પ્રથમ પત્નિ થકી પ્રાપ્ત થયેલી પુત્રી વગેરે સાથે 2009ની સાલમાં લાલપુર રહેવા માટે આવ્યા હતા. આરોપીની બહેન લાલપુરમાં રહેતી હોવાથી તેની મદદથી લાલપુર રહેવા આવી જઈ ફ્રુટનો વેપાર શરૂ કર્યો હતો.
ત્યાર પછી તેની બીજી પત્નિ પણ ચાલી ગઈ હતી જેના બે સંતાનો ઘરમાં રાખ્યા હતા અને પ્રથમ પત્નિ થકી પ્રાપ્ત થયેલી પુત્રીએ બે સંતાનોની સારસંભાળ રાખી હતી, જયારે નરાધમ પિતા પોતાનીજ પુત્રી પર નજર બગાડી વારંવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો, હાલમાં પુત્રીની ઉંમર પુખ્ત વયની થઇ જતા આજથી એક વર્ષ પહેલા તેણીના લગ્ન કરી દીધા હતા જે લગ્નમાં પિતાએ એવી શરત મૂકી હતી કે મહારાષ્ટ્રીયન પત્નિ થકી પ્રાપ્ત થયેલા બે સંતાનો સાથે સાચવવાના રહેશે જે શરતો સામા પક્ષને માન્ય નહીં રહેવાથી પોતાની પુત્રી છુટાછેડા લઈને ઘેર પરત આવી ગઈ હતી, પાછળથી નરાધમ પિતા તેણીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો આ સમગ્ર ઘટનાથી તંગ આવી ગયેલી પુત્રીએ આખરે લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધતા પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું અને ભોગ બનનારની ફરિયાદના આધારે નરાધમ પિતા સામે દુષ્કર્મ આચરવા અંગેની કલમો તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જયારે ભોગ બનનાર તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. લાલપુર પોલીસે નરાધમ શખ્સની અટકાયત કરી લીધી છે.