જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ શાખા દ્વારા શનિ-રવિની રજાના દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. રંગમતી નદીના પટમાંથી અનેક દબાણો દૂર કરી આશરે દોઢેક લાખ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ છે ગ્રીન સિટી વિસ્તારમાં માર્ગ અને ફૂટપાથ ઉપર ખડકાયેલા મંડપ અને રેંકડી કેબીનના દબાણો હટાવાયા છે ઉપરાંત જલાની જાર વિસ્તારમાં માર્ગ ઉપર બનાવેલી સેફ્ટિટેંકને ફરીથી બુરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 
જામનગરમાં રંગમતી-નાગમતી નદીના પટમાં જામનગર મહાનગરપાલીકા દ્વારા સૂકા કચરા અને ભીના કચરાને પ્રોસેસ કરવું માટેનો પ્લાન્ટ ઉભો કરવામાં કરવામાં આવી રહ્યો છે જે જગ્યાના નાના-મોટા અનેક દબાણો થઇ ગયા હોવાથી જામ્યુકોની દબાણ હટાવ શાખાના અધિકારી રાજભાઈ ચાવડા અને સુનિલ ભાનુશાળી દ્વારા બિનઅધિકૃત દબાણો હટાવવાનું શરૂ કરાયું હતું તાજેતરમાં જ બે હજાર ફુટ જેટલી જગ્યામાં ઉભી કરાયેલી એક હોટલનું બાંધકામ તોડી પડાયું હતું ત્યાર પછી અન્ય દબાણોને હટાવવાની કામગીરી શનિવારે તેમજ રવિવારના દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી. 
રંગમતી નદીના પટમાં બે ડમ્પર તેમજ એક ટ્રકની કેબિનો અને ચાર જુના ફોરવહીલ વાહનો ઉપરાંત અન્ય નાનો-મોટો ભંગાર પડ્યો હતો જેનું કોઈ વારસદાર ન હોવાથી તમામ દબાણોવાળી વસ્તુઓ હટાવી હતી જેને હટાવવા માટે ક્રેઈન ભાડેથી મેળવી હતી અને તમામ સમાન ઉઠાવીને ગુલાબનગર ઓવરબ્રિજની નીચે મુકાવ્યો હતો કુલ દોઢેક લાખ ફુટ જેટલી જગ્યા ખુલી કરાવી હતી. 
આ ઉપરાંત બીજી દબાણ હટાવવાની કામગીરી ગ્રીનસિટી વિસ્તારમાં તેમજ સંગમબાગ પાસે કરવામાં આવી હતી જ્યાંથી ફુટપાથ ઉપર ખડકી દેવાયેલા બે મોટા મંડપ સાથેના સ્ટોલને દૂર કરવામાં આવ્યા છે ઉપરાંત માર્ગ ઉપર અડચણ ઉભી થાય તે રીતે ખડકાયેલી 4 રેકડીઓ જપ્ત કરી લીધી છે જામનગરના જલાની જાર વિસ્તારમાં ખારા કુવાવાળી શેરીમાં એક મકાન માલીક દ્વારા પોતાના ઘરને અડીને જાહેર રસ્તા ઉપર સેફટીટેંક બનાવી લેવામાં આવી હતી આ કામગીરીને લઈને અન્ય આડોશી -પાડોશીઓમાં વિરોધના સુર ઉઠાવ્યો હતો અને પાડોશીઓ મહાનગરપાલીકાની કચેરીએ પહોંચ્યા હતા અને ગેરકાયદે બાંધકામ અને જાહેર મ્મર્ગમાં ખોદકામ અંગે ફરિયાદ કરી હતી. 
ઉપરોક્ત સ્થળે પણ જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ શખાની ટીમ પહોંચી ગઈ હતી સ્થળ ઉપર રોજ કામ અને વિડીયોગ્રાફી કરી હતી. જયારે જાહેર માર્ગ ઉપર બનાવેલી સેફટીટેંકને ફરીથી માટી-મોરમ નાખીને જામ્યુકોની ટીમની હાજરીમાં જ બુરી દેવામાં આવી હતી.