જામનગર મોર્નિંગ - જામનગર. લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા અને મુળ ખંભાળીયા તાલુકાના વચલાબારા ગામના વતની બાબભા ભીખુભા જાડેજા નામના 52 વર્ષના પ્રૌઢે સોમવારે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ક્રિપાલસિંહ બાબભા જાડેજાએ પોલીસને જાણ કરતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયારે આત્મહત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.