જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : ખંભાળીયા તાલુકાના હર્ષદપુર ગામ ખાતે રૂટ સ્કિલ, વન વિભાગ અને ગ્રામ જનોના સાથ સહકારથી 500 જેટલાં વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સમયે વન વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી કે, ભારત ભરમાં જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં અંદાજે 23 ટકા જેટલું ધરતી પર જ તેમનું અસ્તિવ બચ્યું છે જો આજે નહી જાગીયે તો કદાચ આવતી કાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઇ શકશે તો આજના દીવસે આપણે સૌ એક પ્રતિક્ષા લઇએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશુ અને જો કોઈને વૃક્ષના કાપતા જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીએ.
ત્યારે ખંભાળીયાના હર્ષદપૂરમાં શેરી, મોહલ્લા મંદીરોમાં ગ્રામજનોના સાથ સહકાર સાથે, રૂટ સ્કિલ અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું તેમજ ફોરેસ્ટ ઓફીસર દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમારી નર્સરી આરાધના ધામ પાસે આવેલ છે ત્યાથી પણ આપ અલગ અલગ પ્રકારના વૃક્ષો લઈને આપણા આંગણે શેરી, મહોલ્લામાં વાવેતર કરી શકો છો.
0 Comments
Post a Comment