દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફીકને અડચણરુપ અને પુરઝડપે વાહન ચલાવવા બદલ વાહનચાલકો સામે પોલીસે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર મોર્નિંગ,6/1 દ્વારકા : મળતી વિગત મુજબ ખંભાળીયામાં રેલ્વે સ્ટેશન રોડ પર જયકીશન જગદીશભાઇ ગોસાઇએ પોતાની ઇકો કાર ટ્રાફીકને અડચણરુપ રાખતા તથા આરંભડા બસ સ્ટેન્ડ પાસે કુંભાભાઇ ઘેલાભાઇ હાથીયાએ પોતાનું જીજે-10-ટીટી-5849 નંબરનો ટ્રક પુરઝડપે ચલાવી નીકળતાં તથા દ્વારકાના ભથાણ ચોકમાં ટ્રાફીકને અડચણરુપ સોહીલ ઇબ્રાહીમ વેતરાણીએ, મીલનભા જાદવભા સુમણીયાએ રીક્ષા તથા સલાયા નગરપાલિકા પાસે ભાવેશ છોટાલાલ સોનૈયાએ પોતાનું બાઇક ટ્રાફીકને અડચણરુપ રાખતાં તમામ સામે સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.