જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેર અને મેઘપર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન થર્ટી ફર્સ્ટની રાત્રીએ દારૂનો નશો કરીને જુદી-જુદી બે કારમાં સ્રુનો નશો કરીને નીકળેલા 8 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે અને તેઓને રાત્રી પોલીસ લોકઅપમાં વિતાવવી પડી હતી.
જામનગરમાં દિગ્વીજય પ્લોટ થી એસટીડેપો તરફ જવાતા માર્ગે જીજે 10 એપી 5803 નંબરની કારમાં નીકળેલા યાવરખાન શાહદાદખાન પઠાણ, વિજય વિરપાલ કારિયા, જાકીર ઓસમાણ ખીરા અને નારણ ખેતશી કારિયાની ધરપકડ કરી લઇ કારમાંથી દારૂ અને બિયર વગેરે કબ્જે કર્યા છે અને ચારેયને પોલીસ લોકઅપમાં બેસાડી દીધા હતા. 
મોટી ખાવડી રેલવે ફાટક પાસેથી એક કારમાં દારૂનો નશો કરીને નીકળેલા મહાવીરસિંહ રઘુભા પરમાર, કરશન રઘુભાઇ નકુમ, રવિન્દ્રસિંઘ ગુરુમુખસિંઘ બહારા તેમજ સુશીલ રમેશ ખેડાની ધરપકડ કરી લઇ કાર કબ્જે કરેલ છે.