ઝાંકળભીની સવાર..
જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે વ્હેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા હવામાનમાં પલ્ટો આવતાં ઠંડી પણ એકાએક ગાયબ થઇ ગઇ હતી, સમગ્ર જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી તથા મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયું હતું, તેમજ ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 3.2 કી.મી.ની રહેવા પામી હતી. ગઇકાલે વ્હેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ઠંડીનું પ્રમાણ મહદ્દ અંશે ઘટી ગયું છે, તો આ પ્રકારના વાતાવરણના કારણે રોડ-રસ્તાઓ પર અવરજવર કરતાં વાહનોને ઝાંકળની અસર નડી હતી, અને વાહન વ્યવહારમાં ખલેલ પહોંચી હતી, રાત્રિની જેમ વ્હેલી સવારે નવ વાગ્યા સુધી હાઇવે પરથી પસાર થથાં વાહનો લાઇટના સહારે અવરજવર કરતા જોવા મળ્યા હતા, જેથી અકસ્માતનો ભય ટાળી શકાય, અત્યારે ઠંડી પણ ગાયબ થઇ જતાં લોકોને રાહત થવા પામી છે.