જામનગર મોર્નિંગ - દ્વારકા          
ભાણવડના હાથલા ગામે પરણીતાને લગ્ન અંગેનું મનદુઃખ રાખી ચાર શખ્સે ધમકી આપવા સબબ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. 
મળતી વિગત મુજબ ભાણવડના હાથલા ગામે રહેતી રીટાબેન મગરાને જીવાભાઈ રામાભાઇ મગરા, ગીતાબેન જીવાભાઈ મગરા નામના ચારેય શખ્સે ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રીટાબેનએ કરેલ બાબતે મનદુઃખ રાખી ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.