દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં જુગાર રમતાં ચાર શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લઇ રૃા. 26 હજારની માલમત્તા કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી વિગત મુજબ ઓખામાં પોર્ટ કોલોની વિસ્તારમાં આવેલ મિકનીકલ ક્વાર્ટર્સની ગલીમાં જાહેરમાં જુગાર રમતાં હરીભાઇ ભાયાભાઇ ભાયાણી, નિલેશભાઇ ભાનુશંકર વ્યાસ, સતાર ઇશા બેતારા અને હરેશભાઇ શંકરલાલ ત્રિવેદી નામના ચાર શખ્સને રોકડા રૃા. 10690 તેમજ 15200 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન સહિત કુલ મળી રૃા. 25890 ના મુદ્દામાલ સાથે ઓખા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.