વકીલની ડાયરી - એઝાદ માજોઠી
                        રાગ મહેતા જયારે તમામ કેસો નું કામકાજ પતાવી ને કોર્ટ ના ગેટ પાસે ઉભા હતા. ત્યારે કોર્ટ ના ગેટ માંથી આવતી ગીત ને જોઈ. ગીત ને જોઈ ને તેમનું દિલ  ધડકવા લાગેલું.  તુરંત દિલ ના અંદર નો પ્રેમ નો દરિયો તુરંત કોલેજ કાળ સુધી પહોચી ગયો.  રાગ જયારે કોલેજ માં હતો ત્યારે તેને ગીત બહુજ ગમતી. ગીત હતી કવિ ની કલ્પના જેવી , ઝરણા માં સવારે પહેલી કિરણ પડતા જે પાણી માં ચમક આવે તેવો ચમકતો ચહેરો. ગીત અને રાગ બંને એકજ ક્લાસ માં હતા. રાગ આખો દિવસ તેના જ ખ્યાલો માં ખોવાયેલ રહેતો.  કોલેજ માંથી વિદાય લેવાનો સમય આવેલો રાગ એ ઘણી હિમ્મત ભેગી કરી ગીત પાસે ગયેલ. ગીત કહેલ કેમ છે ગીત  ,ગીત એ જવાબ આપેલ મજા માં “, બસ આટલી જ હિમ્મત રાગ એ કરેલ તેને પોતાના અંદર ગીત પ્રત્યે નો પ્રેમ નો દરિયો ઠાલવવા માટે ની હિમ્મત એ ક્યારે ન કરી શક્યો. કોલેજ કાળ પૂરો થયો અને બધા છુટ્ટા પડ્યા, ત્યારે રાગ ના મન માં એક જ વિચાર હતો હવે ક્યારે આ ગીત  મળશે. 
       
                                વર્ષો વીતી ગયા પછી આ ગેટ માંથી ગીત ને આવતી જોઈ રાગ સ્તંબ બની ગયેલ. ગીત સીધી રાગ પાસે આવી ને બોલી કેમ છે. રાગ એ જવાબ આપેલ આપેલ મજા માં “ રાગ માટે આ બધું સપના સમાન હતું.  ગીત એ કહેલ કે રાગ આપણા કોલેજ ના મિત્રો થકી જાણવા મળેલ કે તું વકીલ બની ગયેલ છે, એટલે હું તારી પાસે આવેલ છું. રાગ કહેલ કે હા હું શું મદદ કરી શકું તારી . ગીત કહેલ કે તુજ મદદ કરી શકે છે. મારા પતિ ની મારકૂટ થી અને સાસરા પક્ષ ના ત્રાસ થી. મારા પિતા એ  પૈસાદાર કુટુંબ જોઈ ને મને કોલેજ પૂરી થઇ એટલે તુરંત પરણાવી દીધી. એ કુટુંબ માં પૈસા જ છે. લાગણી કે માણસાઈ નથી. આજ સવારે નાસ્તા કરવાની બાબતે મારા પતિ એ મને બહુજ માર મારેલ મારા થી પીડા સહન ન થઈ એટલે ત્યાંથી ચાલી આવેલ. પેલા તારી પાસે આવેલ છું પેલા મારા સસરાપક્ષ અને પતિ વિરુધ્ધ ભરણપોષણ નો કેસ દાખલ કરીશ. અને પછી મારા માવતરે જઈશ. હવે રાગ તુજ કે ભરણપોષણ સિવાય કેટલા કેસો કરું જેનાથી મારા પતિ ને સબક મળે.
                                રાગ મન માં વિચારતો હતો જે હિમ્મત કોલેજ કાળ માં ન મેળવી શક્યો તે અત્યારે એકઠી કરવામાં પડ્યો હતો. રાગ હજુ સુધી કુવારો જ હતો. ગીત કહેલ કે ક્યાં વિચારો માં છે , મને સલાહ આપ. રાગ એ કહેલ એ પતિ ને છોડી દે જે તને સુખી ન રાખી શકતો ન હોય. એની સાથે જીવન જીવ જે તારી ખુશી માટે રોજ પ્રાથના કરતો હોય. ગીત એ કીધું કોણ છે ઈ રાગ કહેલ એ હું જ છું જે તને પ્રથમ વખત જોયેલ ત્યાર થી જ  ખુબ પ્રેમ કરું છું, પણ ભૂતકાળ માં કહેવાની હિમ્મત ના કરી શક્યો. આજે કહું છું ગીત છોડી દે તારા પતિ ને હું તને અપનાવવા ત્યાર છું ,હાથ ની હથેળી પર તને રાખીશ. બોલ શું કેસ મને સ્વીકારીશ પતિ તરીકે. રાગ ની આ વાત સાંભળી ને ગીત ના મન માં પ્રેમ ના તરંગો ફૂટવા લાગેલા. ગીત એ રાગ ને કહેલ કે રાગ તું વહેલી તકે કેસ કરી નાખજે  , રાગ કહેલ કે શેનો કેસ , છૂટાછેડા નો આ બોલતા ની સાથે જ ગીત શરમાઈ ગઈ.