નગરસેવિકાના પુત્રો સહિત પંદર જેટલા શખ્સો સામે હત્યાના પ્રયાસ સબબ ગુન્હો દાખલ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં શેતાવળ વિસ્તારમાં ચાલતા મકાનના ચણતર કરવાની ના પાડી મહિલા કોર્પોરેટના ચાર પુત્ર સહિત 15 શખ્સોએ મકાન માલીક અને પરિવારજનો પર સશસ્ત્ર હુમલો કરતા આ પરિવારના સાત થી આઠ લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે. જેમાં કેટલાકને જીવલેણ હુમલામાં ગંભીર ઇજા થવાથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કોર્પોરેટરના ચાર પુત્ર સહિત 15 જેટલા શખ્સ સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના શેતાવળ વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ શેખ નામના 45 વર્ષના યુવાનના આ જ વિસ્તારમાં મકાનનું ચણતર કામ ચાલતું હોય દરમ્યાન ત્યાં મહિલા કોર્પોરેટરના પુત્ર અનીયો, ઇકો, કાસમ અને બાબો સહિત પંદર જેટલા શખ્સોએ ઘસી જઈ સશસ્ત્ર વડે ઇકબાલભાઈ શેખ અને તેઓના પરિવાર પર ઘાતક હુમલો કરતા આ બનાવમાં ઇકબાલભાઇ શેખ સહિત તેઓના પરિવારજનોના બાળકો અને મહિલાઓ સહિત સાત થી આઠ લોકોને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખાતેતાબડતોડ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સીટી સી પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ કોર્પોરેટરના પુત્ર પંદર જેટલા શખ્સો સામે હત્યાના પ્રયાસ, રાયોટીંગ સહીતની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી જીવલેણ હુમલો કરી નાસી છૂટેલા તમામ શખ્સો ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.