જામનગર મોર્નિંગ - જામજોધપુર
પીજીવીસીએલ જામનગર સર્કલ હેઠળના જામજોધપુર ડીવીઝન હેઠળ વીજ માફી યોજના નો મેળો યોજાયો હતો. વીજચોરી ના કિસ્સામા જાન્યુ. ૧૯ સુધીના વીજ ચોરી ના કિસ્સા, દાવાઓ, અન્ય કલમો હેઠળના કેસો વગેરે અંતર્ગત વીજ જોડાણ કપાયા હોય તેમને આકારણી કે દંડ ની રકમના પચાસ ટકા જ ભરવાના અને વ્યાજ સંપુર્ણ માફ કરાય છે જે માટે આ મેલામા એકજ જગ્યાએથી સમગ્ર ડીવીઝન હેઠળના આ પ્રકારના લાભ લેવા પાત્ર વીજ ગ્રાહકો રૂ.૫૦૦ ભરી ફોર્મ ભરી એપ્લાય થઇ આગળની પ્રક્રિયા કરિ શકે તે માટે ડીવીઝન ના કાર્યપાલક એસ.એમ.ખીરસરીયા ની આગેવાની માં નાયબ ઇજનેર કાંબરીયા હિસાબનીશ તન્ના તેમજ સ્ટાફે સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આવા વીજગ્રાહકો માટે માર્ગદર્શન ફોર્મ વગેરે વ્યવસ્થા  રાખી હતી .આ ડીવીઝન હેઠળ આ વીજ માફી યોજના  અંતર્ગત કુલ ૪૧૫૬ વીજગ્રાહકો લાભાર્થી કુલ થાય છે જેમની માફીપાત્ર રકમ રૂ. ૬૩૫ લાખ થાય છે. 
( તસવીર : અશોક ઠકરાર)