મુખ્ય બે આરોપીઓની શોધખોળ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયા - ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દુર ભાણ ખોખરી ગામના પાટીયા પાસે આવેલી એક દુકાનમાં સ્થાનિક પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, આ દુકાનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન પર આંક ફેરનો નસીબ આધારિત જુગાર રમતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.આ સ્થળે યંત્રોના ચિત્ર પર જુગારીઓને રૂપિયા 11 મુકાવી, દર ચાર મિનિટે ડ્રો કરીને વિજેતા થતા આસામીને 11 ના બદલામાં રૂપિયા 100 આપવામાં આવતા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ ઓન-લાઈન માર્કેટિંગ પ્રકારના જુગારના ઓપરેટર જુના તથિયા ગામના ઋત્વિકગીરી ઉર્ફે લાલો સુભાષગીરી ગોસ્વામી સાથે કેસુર હાજા કરમુર, અલ્પેશ ભીખુભાઈ સામાણી અને રીછા ગગા પિંડારિયા નામના કુલ ચાર શખ્સોને આ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
આ દરોડામાં ઉપરોક્ત શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 34,410 રોકડા તથા રૂપિયા 39,100 નું એલ.ઈ.ડી. ટીવી, સિલ્વર કોઈન, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 75570 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંગેની વધુ પૂછપરછમાં ઉપરોક્ત સ્થળે દુકાન ભાડે રાખનાર ઈમ્તિયાઝ બાપુ નુરમામદ તેમજ હોનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગના હરીશકુમાર જગદીશ પ્રસાદ જાગીર (રહે. માધાપર- તા. કચ્છ) પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ચારેય શખ્સો ની અટકાયત કરી, ઈમ્તિયાઝ બાપુ તથા હરીશકુમારને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વધુ તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment