"રમ રમીને રમા" નો શોખીન જીવડો ચડ્યો હડફેટે: ફોન બંધ કરતા અનેક  મોટા ગજાના બુકીઓના જીવ તાળવે ચડયા

જામનગર મોર્નિંગ - જામનગર 


આઈપીએલ 2023ની વાત કરીએ તો કેટલાક લોકો રાતોરાત કરોડપતિ બનાવ માટે રીતસરના તડકડીયા મારતા હોય છે. મારતા હોય આવો જ કિસ્સો જામનગરના તીનબત્તી વિસ્તારમાં  સસ્તા અનાજની દુકાન ચલાવનાર યુવાન સાથે થયો છે.

આઇપીએલનો આ શોખીન જીવડો હાલ તો કરોડો ગુમાવ્યા હોવાનું સુત્રમાંથી જાણવા મળી રહ્યું છે, અને બુકીઓ હાલ ઉઘરાણી માટે ધક્કાઓ ખાય છે. આ યુવાન અગાઉ પણ અનેક બુકીને નાણાં ચુકવી આપેલ છે.

પણ આ વખતે રકમ મોટી હોય અને શહેરના મોટા ગજાના નાણાં ફસાયા હોવાનું જામનગર મોર્નિંગ ને જાણવા મળેલ છે, વધુ વિગત મેળવાઈ રહી છે.