• ઈજારેદાર કે પીજીવીસીએલની બેદરકારીથી રોડમાં નુકશાન


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૫ : ખંભાળીયાથી ભાણવડ જતો રોડ હમણાં થોડા તાજેતરમાં જ પેવરપટ્ટાઓ મારીને નવો નક્કોર બનાવ્યો છે. અડધા રોડમાં તો હજુ નવીનીકરણનું કામ પણ ચાલુ છે. નાગરિકોને પરિવહનની સારી સુવિધા મળી રહે માટે લાખો અને કરોડોના ખર્ચે રોડના વિકાસ કામો થઇ રહ્યા છે. આવા સમયે સરકારના જ એક વિભાગ દ્વારા આ રોડમાં નુકશાન થાય રોડ તૂટી જવાની ભીતિ લાગે તેવું કામ થયું છે. ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેથી એક ટ્રેક્ટર તારીખ - ૨૨/૦૨/૨૦૨૨ના રોજ બપોરે ચાર વાગ્યાની ૩ જેટલા વીજ પોલ ટ્રોલી વિનાના ટ્રેક્ટરમાં બાંધીને ઢસડીને લઇ જતા હતા જેથી નવા નક્કોર રોડમાં વીજ થાંભલાઓના લીસરોટા થઇ રહ્યા હતા. મોટી રકમ ખર્ચાઈને બની રહેલા રોડ પર આવી જ રીતે બેદરકારી વાપરવામાં આવશે તો આમાં નાગરિકોને કેમ સારી સુવિધા આપી શકાશે તે વિચારવું રહ્યું !