જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકા ચંદ્રગઢ ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા નરશીભાઈ લાધાભાઈ ઢોલરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ પોતાના ઉપર તેમજ પોતાના નાનાભાઈ હિતેષભાઇ (ઉ.વ.50) ઉપર ધારીયા-પાઇપ-કોદાળી અને ધોકા સહિતના હથિયારો વડે ફેક્ચર સહિતની ઇજા પહોચડવા અંગે ચંદ્રગઢ ગામમાં જ રહેતા ભીખુભાઈ ગોવીંદભાઈ ઢોલરીયા, શાંતિભાઈ ગોવીંદભાઈ ઢોલરીયા, શંભુભાઈ રવજીભાઈ ઢોલરીયા અને યોગેશ શાંતિભાઈ ઢોલરીયા સામે ફરિયાદ નોંધાવી છે અને તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.
ફરિયાદી અને તેના ભાઈ શુક્રવારે પોતાનું ટ્રેકટર લઈને વાડીએ જઈ રહ્યા હતા જે દરમ્યાન આ રસ્તે શુકામ નીકળો છો તેમ કહી ચારેય શખ્સોએ હથિયારો ધારણ કરી બંને ભાઈઓ ઉપર હુમલો કરી દીધો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.