જામનગર મોર્નિંગ - જામનગર 
લાલપુરમાં રહેતો અને ચાર થાંભલા પાસે પાનની દુકાન ચલાવતો પિયુષ ધીરજલાલ ઘરસંડીયા નામનો શખ્સ પોતાની દુકાનમાં આવતા ગ્રાહકો પાસેથી આંકડા લઇ કપાત આપી રૂપિયાની હારજીત કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની એલસીબીની ટુકડીએ લાલપુર પહોંચી જઈ દરોડો પાડ્યો હતો અને તેને વર્લીના આંકડા લખતા રંગે હાથ ઝડપી લીધો હતો જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન અને વર્લીના સાહિત્ય સહિત રૂ. 7600ની માલમતા કબ્જે કરી છે. 
પોલીસ દ્વારા વધુ પુછપરછ દરમ્યાન પોતે વર્લીના આંકડાની વધુ કપાત જામજોધપુર તાલુકાના ગોપ ગામના વસરામભાઈ સગર પાસે કરાવતો હોવાનું કબુલ્યું હતું જેથી વસરામભાઈને આ કેસમાં ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે બંને સામે લાલપુર પોલીસ મથકમાં જુગારધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.