જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના રણજીતસાગર ડેમમાં આખરે સૌની યોજના મારફત " નર્મદાનીર"  આવી પહોંચતા જિલ્લા ભરના લોકોમાં આનંદની લાગણી જન્મી છે ત્યારે આ રણજીતસાગર ડેમની મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઇ કરમુર, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, દંડક જડીબેન સરવૈયા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી વિગેરેએ મુલાકાત લઇ ડેમમાં શુધ્ધ જળ અને પુષ્પો પધરાવી અર્પણ કરી નવાનીરના વધામણાં કર્યા હતા હાલ તો જામનગરની પાણી સમસ્યા નિવારવા આ જથ્થો છોડ્યો છે.