જેસીબીથી માટી ખોદવાના પ્રશ્ને ડખ્ખો 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાના ગોઈંજ ગામે જેસીબીથી માટી ખોદવાના મામલે વૃધ્ધ ઉપર ત્રણ શખ્સે હુમલો કરી ઇજા પહોંચાડતા આ બનાવની ફરિયાદ દાખલ કરી સ્થાનિક પોલીસે કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ ખંભાળીયા તાલુકાના બેરાજા ગામના વતની અને હાલમાં જામનગરમાં રહેતા ભીખાભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ. ૬૯) નામના આહિર વૃદ્ધ ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામની સીમમાં આવેલી વાડીમાં આવ્યા હતાં ત્યારે ઉગમણાબારા ગામના લખુભા નારણજી જાડેજા તથા અજાણ્યા બે શખ્સોએ કોઈ બાબતે ઉશ્કેરાઈ છરી તથા પાઈપ વડે હુમલો કરી ભીખાભાઈને ઈજા પહોંચાડી હતી. આ બાબતની ભીખાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ફરિયાદીની જમીનની બાજુમાં તેમના સેઢા પાડોશી એવા ઉપરોક્ત આરોપીઓએ જેસીબીથી માટી ખોદવાનું શરૃ કર્યું હતું. આ જમીન ભીખાભાઈની હોય તેઓએ ખોદકામ ન કરવા કહેતા તેમના પર હુમલો કરાયો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.