જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં એક કારમાં આગ ભભુકી ઉઠી હતી આ ઉપરાંત જામનગર નજીક ફલ્લા પાસે એક કારમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડે બંને સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લઇ લીધી હતી સદ્દભાગ્યે કોઈ જાનહાની થઇ નથી.
મળતી વિગત મુજબ જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં પાર્ક કરેલી એક ઇન્ડિકા કારમાં અકસ્માતે આગ લાગી ગઈ હતી જે બનાવ અંગે ત્યાંથી પસાર થઇ રહેલા અશોકભાઈ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લઇ લીધી હતી. જયારે આગનો બીજો બનાવ ફલ્લા પાસે બન્યો હતો જ્યાંથી પસાર થઇ રહેલી જી.જે. 10 બી.આર. 7882 નંબરની કારમાં એકાએક વાયરીંગમાં સ્પાર્ક થવાના કારણે શોર્ટ સર્કિટ થયું હતું જ્યાંથી પસાર થઇ રહેલી જી.જે.10 બી.આર. 7882 નંબરની કારમાં એકાએક વાયરીંગમાં સ્પાર્ક થવાના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને આગ લાગી ગઈ હતી. સદ્દભાગ્યે બંને સ્થળે કોઈ જાનહાની થઇ નથી પરંતુ બંને કારને નુકશાન થયું છે.