ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સમગ્ર દેશ માં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સંગઠનનો વ્યાપ તથા પ્રભાવ વધે તે માટે ભાજપની પરંપરા અને મૂલ્યો ને સાથે રાખી ચાલે તેવા વ્યક્તિ ની પસંદગી માટે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા જેવા આગેવાનો દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અને કુશળ સંગઠન કર્તા અને સર્વે સમાજ ને સાથે લઈ ચાલતા એવા શ્રી વિરપાલભાઈ ગઢવી ને ૨૦૧૯ માં દેવભૂમિ દ્વારકા જીલ્લાની સંગઠનની રચના  માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહ સંરચના અધિકારી તરીકે ની જવાબદારી સોપવામાં આવી છે.